ટીમના કેપ્ટન પર ઘણી જવાબદારીઓ હોય છે. જ્યારે કેપ્ટન સારૂ પ્રદર્શન કરે છે તો જ તે ટીમના ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરી શકે છે.
આજે અમે તમને ક્રિકેટ જગતના એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50+ની એવરેજથી સૌથી વધુ રન બનાવ્યા છે.
વિરાટ કોહલી:
વિરાટ કોહલી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન છે, જેણે ઘણા વર્ષો સુધી ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. કેપ્ટન તરીકે, વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50+ ની સરેરાશથી 12883 રન બનાવ્યા છે અને તે આ યાદીમાં પ્રથમ આવે છે.
સ્ટીવ સ્મિથ:
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન છે. પરંતુ તેના પર 1 વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેની પાસેથી કેપ્ટન્સી પણ છીનવી લેવામાં આવી હતી. કેપ્ટન તરીકે, સ્ટીવ સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50+ ની સરેરાશથી 5984 રન બનાવ્યા.
ગ્રેગ ચેપલ:
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન તરીકે ચેપલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50+ની સરેરાશથી 5927 રન બનાવ્યા હતા.
એબી ડી વિલિયર્સ:
પૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સ આ યાદીમાં ચોથા નંબરે છે, જેણે કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50+ની સરેરાશથી 5350 રન બનાવ્યા છે.
કુમાર સંગાકારા:
કુમાર સંગાકારા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન છે અને આ યાદીમાં પાંચમા નંબરે છે. સંગાકારાએ સુકાની તરીકે શ્રીલંકન ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50+ની સરેરાશથી 4009 રન બનાવ્યા હતા.