બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાને IPL 2022માં તસ્કીન અહેમદની ગેરહાજરી પર આકરી પ્રતિક્રિયા આપી છે. તસ્કીન અહેમદને બાંગ્લાદેશનો નંબર વન બોલર ગણાવતા તેણે કહ્યું કે આ જ કારણ છે કે તેને આઈપીએલમાં રમવા દેવામાં આવ્યો ન હતો.
વાસ્તવમાં, નવી IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વુડની જગ્યાએ તસ્કીન અહેમદને લાવવા માંગતી હતી.
જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તસ્કીનને આઈપીએલમાં રમવા માટે ભારત જવાની મંજૂરી આપી ન હતી. તેનું કારણ એ છે કે બાંગ્લાદેશે હજુ દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે અને બોર્ડ નથી ઈચ્છતું કે તેના સ્ટાર ખેલાડીને મેચમાંથી બહાર રાખવામાં આવે. આવી સ્થિતિમાં તસ્કીનને IPLમાં રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
મુસ્તફિઝુર રહેમાને IPL માટે ભારત રવાના થતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં તસ્કીન અહેમદ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કીધુ અમારી ટીમને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને તસ્કિન અત્યારે અમારો શ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. તેથી મારી પાસે તેમને સાંત્વના આપવા સિવાય કોઈ શબ્દો નથી.
તમને જણાવી દઈએ કે તસ્કીન અહેમદે હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજી ODIમાં પાંચ વિકેટ લીધી કારણ કે બાંગ્લાદેશે ODI શ્રેણીમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું. હાલમાં તે ટીમનો મુખ્ય ઝડપી બોલર છે. તસ્કીન અહેમદ પાસે હવે ટેસ્ટ શ્રેણીમાં પણ આવું જ કરવાની અપેક્ષા રાખવામાં આવશે જેથી કરીને ટીમ શ્રેણી જીતીને ઈતિહાસ રચી શકે.