મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર તરીકે આવેલા ઈશાન કિશને 48 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 81 રનની ઈનિંગ રમી હતી.
દિલ્હી સામેની પ્રથમ મેચમાં પોતાની અડધી સદી સાથે ઈશાને સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સતત ત્રણ અડધી સદી ફટકારનાર ઈશાન કિશન માત્ર બીજો ખેલાડી છે. ઈશાન કિશન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે એકમાત્ર સચિન તેંડુલકર એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે આઈપીએલમાં મુંબઈ માટે સતત ત્રણ અડધી સદી ફટકારી હોય.
ઇશાન કિશનની છેલ્લી ત્રણ ઇનિંગ્સ
50 રન, સ્ટ્રાઈક રેટ: 200
84 રન, સ્ટ્રાઈક રેટ: 263
81 રન, સ્ટ્રાઈક રેટ: 169
મુંબઈ ઇન્ડિયન્સ માટે સતત ત્રણ ઇનિંગ્સમાં સૌથી વધુ રન
215: ઈશાન કિશન*
201: સચિન તેંડુલકર
198: સચિન તેંડુલકર
IPLમાં ઈશાન કિશનનો સર્વોચ્ચ સ્કોર
99 વિ બેંગલોર, દુબઈ (2020)
84 વિ હૈદરાબાદ, અબુ ધાબી (2021)
81* વિ દિલ્હી, મુંબઈ (2022)*