ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે લખનૌ સામેની મેચમાં દીપક હુડાને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બ્રાવોએ લસિથ મલિંગાને પાછળ છોડી દીધો છે. મલિંગાએ 170 વિકેટ લીધી છે જ્યારે બ્રાવોએ 171 વિકેટ લીધી છે. જો કે આ મેચમાં ચેન્નાઈની ટીમ 200થી વધુ સ્કોર કરવા છતાં હારી ગઈ હતી. આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટીમે 200થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
આ મેચમાં બ્રાવોએ ચાર ઓવરમાં 35 રન આપ્યા અને એક વિકેટ લીધી. બ્રાવો પાવરપ્લેમાં જ વિકેટ લઈ શક્યો હોત, પરંતુ મોઈન અલીએ તેના બોલ પર ક્વિન્ટન ડી કોકનો સરળ કેચ છોડ્યો હતો.
ડ્વેન બ્રાવોએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 153 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 493.3 ઓવર ફેંકી છે. તેણે બે મેડન ઓવર કરી છે અને 4116 રન ખર્ચ્યા છે. આ દરમિયાન તેના નામે 171 વિકેટ રહી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રનમાં ચાર વિકેટ રહ્યું છે. બ્રાવોએ એક ઇનિંગમાં બે વખત ચાર વિકેટ લીધી છે. બ્રાવોએ IPLમાં 8.34 રન ખર્ચ્યા છે. IPLમાં વિકેટ લેવાના મામલે બ્રાવો પછી લસિથ મલિંગા બીજા નંબર પર છે. બીજી તરફ અમિત મિશ્રા ત્રીજા, પીયૂષ ચાવલા ચોથા અને હરભજન સિંહ પાંચમા સ્થાને છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
ડ્વેન બ્રાવો 153 171 8.34
લસિથ મલિંગા 122 170 7.14
અમિત મિશ્રા 154 166 7.35
પિયુષ ચાવલા 165 157 7.88
હરભજન સિંહ 163 150 7.07
