સોમવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ પર 8 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભલે સનરાઈઝર્સ હૈદરાબાદનો વિજય થયો, પરંતુ તેના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું.
સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચની પહેલી જ ઓવરમાં 11 રન વાઇડ કર્યા હતા. આ સાથે તેના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. આઈપીએલના ઈતિહાસમાં સનરાઈઝર્સ હૈદરાબાદની આ સંયુક્ત સૌથી મોંઘી ઓપનિંગ ઓવર હતી.
2015માં દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ઈનિંગની પ્રથમ ઓવરમાં 17 રન આપ્યા હતા. હવે ભુવનેશ્વર કુમારે પણ સ્ટેનની બરાબરી કરી લીધી છે. ઇનિંગ્સની શરૂઆતની ઓવરમાં સૌથી વધુ રન આપવા માટે ડેલ સ્ટેન અને ભુવનેશ્વર કુમારના નામ નોંધાયા છે. બંનેનું નામ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે, પરંતુ ભુવનેશ્વર કુમારનું નામ બીજા સ્થાને છે. વર્ષ 2016માં, ભુવનેશ્વર કુમારે KKR સામે હૈદરાબાદ માટે પ્રથમ ઓવર ફેંકતી વખતે 13 રન ખર્ચ્યા હતા.
ભુવનેશ્વર કુમારને આઈપીએલ 2022ની હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મેગા ઓક્શનમાં ભુવનેશ્વર કુમારની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ભુવનેશ્વર કુમાર પણ 2014-21 દરમિયાન આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો હતો.