ગુજરાત ટાઇટન્સના સ્પિનર રાશિદ ખાનનું માનવું છે કે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેના પ્રેરણાદાયી પ્રદર્શનથી ટીમને આગળથી લીડ કરી રહ્યો છે.
સાથે જ તે ટીમનું વાતાવરણ ખુશનુમા બનાવવાના તમામ પ્રયાસો કરે છે જેના કારણે IPL 2022માં ગુજરાતનું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ગુજરાતે પાંચ મેચમાં ચાર જીત નોંધાવી છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. હાર્દિક હાલમાં રન બનાવવાના મામલે બીજા સ્થાને છે અને આ સાથે તે સારી બોલિંગ પણ કરી રહ્યો છે.
ગુજરાતની ટીમે રાજસ્થાન સામે 37 રને જીત મેળવી હતી અને આ પછી રાશિદ ખાને કહ્યું હતું કે હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી જે રીતે ટીમનું સુકાન સંભાળ્યું છે તેમજ તેણે મેદાનની અંદર અને બહાર ટીમ માટે શું કર્યું છે તે વાતાવરણ અદ્ભુત છે. રાશિદ ખાને કહ્યું કે તે બોલ્ડ નિર્ણય લેવામાં અચકાતા નથી. તે એક કેપ્ટન છે જે હંમેશા બોલ્ડ નિર્ણય લે છે અને તેણે શું કરવું જોઈએ તેના પર હંમેશા સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે. આટલું જ નહીં, તે પોતાના ખેલાડીઓમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે છે.
રાશિદ ખાને વધુમાં કહ્યું કે એક કેપ્ટન માટે એ મહત્વનું છે કે તમે જે પણ નિર્ણય લો, તેના વિશે તમારી વિચારસરણી સંપૂર્ણ રીતે સ્પષ્ટ હોય અને તે પછી પરિણામ ફરીથી તમારા અનુસાર આવે. રાશિદે કહ્યું કે હાર્દિક યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાને કારણે એક સારો કેપ્ટન સાબિત થઈ રહ્યો છે.
તેણે કહ્યું કે તમે પૂરા આત્મવિશ્વાસ સાથે સાચા નિર્ણયો લો છો, આ જ તેમને શ્રેષ્ઠ બનાવે છે. તેણે અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ હોય, તેણે દરેક વિભાગમાં કૂદકે ને ભૂસકે ટીમનું નેતૃત્વ કર્યું છે.
