ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સિઝનમાં, આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાશે. પ્લેઓફ માટે કોલકાતાએ આજે (બુધવારે) મેચ મોટા અંતરથી જીતવી પડશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
ગ્રુપ સ્ટેજમાં કોલકાતા અને લખનૌની આ છેલ્લી મેચ છે. જો KKR આ મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જ્યારે લખનૌની ટીમે ટોપ-2માં રહેવા માટે આ મેચ જીતવી પડશે.
લખનૌ આઈપીએલની નવી ટીમ છે. આ તેની પ્રથમ સિઝન છે. કેએલ રાહુલના નેતૃત્વમાં લખનૌની ટીમની કોલકાતા સામે આ બીજી મેચ છે. આ પહેલા બંને ટીમો વચ્ચે આ મહિને 7મી મેના રોજ પુણેમાં મેચ રમાઈ હતી. તે મેચમાં લખનૌની ટીમે 75 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આવી સ્થિતિમાં હવે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીવાળી KKR ટીમ પાસે લખનૌ સામેની હારનો બદલો લેવાની તક છે.
આ બંને ટીમોની પ્લેઈંગ-11 હોઈ શકે છે:
કોલકાતા નાઈટ રાઈડર્સ: બાબા ઈન્દ્રજીત, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, સેમ બિલિંગ્સ (ડબ્લ્યુકે), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી અને વરુણ ચક્રવર્તી.
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક (wk), KL રાહુલ (c), દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનીસ, આયુષ બદોની, જેસન હોલ્ડર, અવેશ ખાન, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ અને દુષ્મંથા ચમીરા.
