શ્રીલંકાની ટીમે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ODIમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રણ દાયકા બાદ ઘરઆંગણે ODI શ્રેણી જીતી લીધી. ચોથી વનડેમાં 110 રન બનાવનાર ચરિથ અસલંકાએ શ્રીલંકાની શ્રેણી જીતમાં પ્રથમ દાવમાં પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અસલંકાએ ધનંજય સાથે મળીને ટીમને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.
ધનંજયે 61 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન શનાકા માત્ર 4 રન બનાવીને રનઆઉટ થયો હતો. વેલેઝે 35 બોલમાં 19 અને કરુણારત્નેએ 9 બોલમાં 7 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં હસરંગાએ 20 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા અને સ્કોર 250ની પાર પહોંચાડ્યો. શ્રીલંકા માટે છેલ્લી 3 ઓવર ખૂબ જ ખરાબ રહી, જેમાં તેઓ માત્ર 10 રન જ બનાવી શક્યા જ્યારે તેમણે ત્રણ વિકેટ પણ ગુમાવી. ઓસ્ટ્રેલિયા તરફથી કુહનેમેને 2, પેટ કમિન્સે 2, મિચેલ માર્શે 2 વિકેટ લીધી હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 254 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ ચાર રને હારી ગઈ. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે 112 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા. મિશેલ માર્શ 26, લાબુચેન 14, એલેક્સ કેરી 19 અને ટ્રેવિસ હેડ 27. કમિન્સે છેલ્લી ઓવરમાં 35 રન બનાવ્યા પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. શ્રીલંકાએ 8 બોલરોનું પરીક્ષણ કર્યું જેમાં અસલંકા સિવાય તમામે વિકેટ લીધી.