બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસન ઝિમ્બાબ્વેના આગામી પ્રવાસ તેમજ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે અનુપલબ્ધ રહેશે.
તમને જણાવી દઈએ કે, ક્રિબઝના ગયા મહિને એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કકે દિગ્ગજ ઓલરાઉન્ડર વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વન-ડે તેમજ ઝિમ્બાબ્વેના પ્રવાસમાં રમતા જોવા મળશે નહીં. હવે BCB ક્રિકેટ ઓપરેશન્સના પ્રમુખ જલાલ યુનુસે 7મી જુલાઈએ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં આયોજિત બેઠકમાં હાજરી આપતા પહેલા આ વાતની પુષ્ટિ કરી છે.
હાલ ટીમ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં છે અને ત્યાં યજમાન વિરૂદ્ધ ત્રણ વનડે પણ રમશે જે ગયાનામાં જ 10, 13 અને 16 તારીખે રમાશે.
મીટિંગ પછી, જલાલ યુનુસે પત્રકારોને જણાવ્યું હતું કે શાકિબ-અલ-હસન ઝિમ્બાબ્વે પ્રવાસ માટે અનુપલબ્ધ છે જે જુલાઈ-ઓગસ્ટમાં રમાશે. તેણે વધુમાં કહ્યું કે શાકિબ-અલ-હસને અમને પહેલેથી જ કહ્યું હતું કે તે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે અનુપલબ્ધ રહેશે અને અમે આ અંગે પસંદગી સમિતિ સાથે બેઠક કરી હતી. પરંતુ અમારા માટે સારી વાત એ છે કે અમારા બાકીના સિનિયર ખેલાડીઓ ત્યાં છે.
તમને જણાવી દઈએ કે, શાકિબ-અલ-હસન બાંગ્લાદેશ ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. તેણે બાંગ્લાદેશને માત્ર બેટિંગ જ નહીં પરંતુ બોલિંગથી પણ ઘણી મેચોમાં જીત અપાવી છે. તેની ગેરહાજરીમાં બાકીની ટીમ પર ઘણું દબાણ જોવા મળી શકે છે.