ભારત સામે સતત ચાર મેચ હારનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમને ICCએ મોટો ઝટકો આપ્યો છે. નિકોલસ પૂરનની આગેવાની હેઠળની ઈન્ડિઝને ભારત સામેની પ્રથમ T20I દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ તેમની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ટીમના ખેલાડીઓ અને સહયોગી સભ્યો માટેની ICC આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ, જો ટીમ નિર્ધારિત સમયની અંદર નિર્ધારિત ઓવરો ફેંકવામાં નિષ્ફળ જશે, તો ખેલાડીઓ પાસેથી મેચ ફીના 20 ચાર્જ લેવામાં આવશે.
West Indies have been fined 20% of their match fees for maintaining slow overrate against India in the first T20i.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 1, 2022