વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી પૂરી થયા બાદ જ ભારતીય ચાહકો એશિયા કપને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ જ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી, કેએલ જેવા દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ, તો બીજી તરફ ફોર્મમાં ચાલી રહેલા ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ આ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. જેના કારણે ફેન્સ પસંદગીકારોથી ખૂબ નારાજ છે.
એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે સંજુ સેમસન હાલમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે. સંજુની અંદર એટલી ક્ષમતા છે કે તે એ મેચ જીતી શકે છે જે ભારતીય ટીમ હારી છે. સંજુ સેમસનની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. આ પહેલીવાર નથી જ્યારે પસંદગીકારો હંમેશા સંજુને નજરઅંદાજ કરતા આવ્યા છે. જો જોવામાં આવે તો ઋષભ પંતને જેટલી તકો મળી છે એટલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પસંદગીકારોએ સંજુને આપી નથી.
Why is Sanju Samson not even on standby..what wrong has he done..always in & out of team..Axar & Jadeja are same type of bowlers you don't need both!! Sanju's record in UAE >>>> than Hooda's record..!!!@BCCI @SGanguly99 #AsiaCup2022 #TeamIndia #bcci
— Rudranath Thakur (@Rudranath98) August 8, 2022
એશિયા કપની ટીમમાં સંજુ સેમસનનો સમાવેશ ન થતાં ચાહકો ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે પસંદગીકારો આ ક્રિકેટર સાથે બહુ સારું વર્તન નથી કરી રહ્યા. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે સારા ફોર્મમાં હોવા છતાં પણ મહાન ખેલાડીને બહાર બેસવું યોગ્ય નથી. એશિયા કપમાં પસંદગીકારોએ 3 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે સ્થાન આપ્યું છે, આ છે શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહર.
'You can't stop watching Sanju Samson because he bats so beautifully' #SanjuSamson #sanju #AsiaCup2022 pic.twitter.com/mPzCv2jyJ7
— madan Parmar Nimboda (@MParmars) August 8, 2022
Sanju Samson has just played 15 t20i matches but the fanbase he has is unreal 🔥pic.twitter.com/LvnTCfKLGk
— Just Butter (@ItzButter63) August 8, 2022
સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે તેમાં કોઈ શંકા નથી. તેણે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ પ્રવાસમાં પણ પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા. આયર્લેન્ડ પ્રવાસ પર સંજુ સેમસને ઓપનિંગ કરતી વખતે 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ વર્ષે સંજુ સેમસને T20માં છ મેચની 5 ઇનિંગ્સમાં 44.75ની એવરેજ અને 158.40ની સ્ટ્રાઇક રેટથી 179 રન બનાવ્યા છે. જેમાં 1 અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
