ભારતીય ટીમ 16 ઓક્ટોબરથી યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચ્યા બાદ સમય ગુમાવ્યા વિના મેદાનમાં ઉતરી છે.
ટીમ ઈન્ડિયા હાલ પર્થમાં છે, જ્યાં તેઓ વર્લ્ડ કપની તૈયારી કરશે. પર્થ પહોંચ્યા બાદ ભારતીય ટીમે શુક્રવારે સવારે પ્રતિષ્ઠિત WACA સ્ટેડિયમમાં પ્રથમ પ્રશિક્ષણ સત્રમાં ભાગ લીધો હતો.
વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી ભારતીય T20 ટીમ અને સપોર્ટ સ્ટાફ ગુરુવારે મુંબઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આઇકોનિક પર્થ ગ્રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓની તાલીમ શરૂ કરવાની એક તસવીર શેર કરી છે.
Hello and welcome to WACA 🏟 #TeamIndia are here for their first training session. pic.twitter.com/U79rpi9u0d
— BCCI (@BCCI) October 7, 2022
વિશ્વકપમાં ભાગ લેનારી મોટાભાગની ટીમો હાલમાં સ્પર્ધાત્મક ક્રિકેટ રમી રહી છે, જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમતા પહેલા કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે. ભારત 10 અને 13 ઓક્ટોબરે પર્થમાં બે વોર્મ-અપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા XI સામે ટકરાશે.
Schedule of Indian team in Australia. pic.twitter.com/SvsLeHhVTc
— Johns. (@CricCrazyJohns) October 4, 2022
