ટીમ ઈન્ડિયાનો ઓપનર શિખર ધવન પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ પોતાની અંગત જિંદગી અને મસ્તીથી ભરપૂર સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે શિખર ધવનને ક્રિકેટ સિવાય એક્ટિંગ પણ પસંદ છે, તે દરરોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી રીલ શેર કરે છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.
આવી સ્થિતિમાં, હાલમાં જ ધવનની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે હુમા કુરેશી સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ બંનેની રોમેન્ટિક તસવીર પર ફેન્સ પણ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધવન હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
વાસ્તવમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને હુમા કુરૈશીની ફિલ્મ ‘ડબલ એક્સએલ’ શરૂઆતથી જ તેની સ્ટોરી લાઈનને કારણે ચર્ચામાં છે. પ્લસ સાઈઝ મહિલાઓ અને તેમના સપનાની વાર્તા દર્શાવતી આ ફિલ્મે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તો હવે આ ફિલ્મને લઈને ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં, ભારતીય ટીમનો ક્રિકેટર શિખર ધવન પણ આ ફિલ્મ સાથે જોડાયો છે અને હવે ચાહકો આ ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત છે.
તમને જણાવી દઈએ કે હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘ડબલ એક્સએલ’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં બંને અભિનેત્રીઓ પહેલીવાર સાથે કામ કરતી જોવા મળી રહી છે. સાથે જ આ ફિલ્મમાં શિખર ધવનની એન્ટ્રી પણ જોવા મળી રહી છે.
Cricketer #ShikharDhawan to make a special appearance in #SonakshiSinha and #HumaQureshi starrer #DoubleXL@SDhawan25 @humasqureshi#Bollywood pic.twitter.com/ze7I4Ojx2v
— HT City (@htcity) October 11, 2022
