ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઝિમ્બાબ્વે સામે ફરી એકવાર અદ્ભુત બેટિંગ કરીને સમગ્ર ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું હતું.
તેણે 25 બોલમાં અણનમ 61 રનની ઇનિંગ રમી અને તેથી જ ભારત તેની અંતિમ T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચ 71 રનથી જીતવામાં સફળ રહ્યું. આ અંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ કહ્યું કે બોલર જાય તો ક્યાં જાય?
MCG ખાતે સૂર્યકુમારની ઇનિંગ્સનો સૌથી અવિશ્વસનીય શોટ એ ફુલ ટોસ ડિલિવરી સામે ફાઇન લેગ પર સ્કૂપ શોટ હતો. આ ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. એ સ્પોર્ટ્સ પર તે શોટનો રિપ્લે દેખાડતાની સાથે જ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના સ્ટાર બેટ્સમેનની પ્રશંસા કરતા કહ્યું કે તે એક અલગ ગ્રહ પરથી આવ્યો છે.
અકરમે કહ્યું, “મને લાગે છે કે તે એક અલગ ગ્રહ પરથી આવ્યો છે. તે અન્ય કોઈથી સંપૂર્ણપણે અલગ છે. તેણે જેટલા રન બનાવ્યા છે. તેણે માત્ર ઝિમ્બાબ્વે સામે જ નહીં, પરંતુ વિશ્વના ટોચના બોલિંગ આક્રમણ સામે રન બનાવ્યા છે. અને તે જોવા યોગ્ય છે.” અકરમના નિવેદન બાદ વકાર યુનિસે કહ્યું, બોલર જશે તો ક્યાં જશે?
વકાર યુનિસે કહ્યું, “ટી-20માં તેને આઉટ કરવાનો સૌથી સારો રસ્તો કયો છે? મારો મતલબ છે કે વનડે અને ટેસ્ટમાં તમે પ્લાન કરીને તેને આઉટ કરી શકો છો, પરંતુ ટી-20માં કોઈપણ રીતે બોલર બેક ફૂટ પર હોય છે અને જ્યારે કોઈ આ ફોર્મમાં હોય તો તો પછી તેની સામે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે.”
