ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC બોર્ડે 2024 થી 2027 સુધી ICC U19 ઇવેન્ટના યજમાનોની જાહેરાત કરી છે. ICC એ U19 ટૂર્નામેન્ટના યજમાન દેશો તરીકે શ્રીલંકા, મલેશિયા અને થાઈલેન્ડ ઉપરાંત ઝિમ્બાબ્વે અને નામિબિયા, બાંગ્લાદેશ અને નેપાળને પુરૂષો અને મહિલા ક્રિકેટ ઈવેન્ટ્સ સહિત ગ્લોબ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે મંજૂરી આપી છે.
ICC U19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની યજમાની શ્રીલંકા દ્વારા કરવામાં આવી છે, જ્યારે 2026ની આવૃત્તિ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે. ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 માં મલેશિયા અને થાઇલેન્ડની ધરતી પર યોજાશે, જ્યારે 2027 U19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશ અને નેપાળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
માર્ટિન સ્નેડનની અધ્યક્ષતાવાળી બોર્ડ પેટા સમિતિ દ્વારા દેખરેખ હેઠળની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા યજમાન દેશોની પસંદગી કરવામાં આવે છે. ICC બોર્ડે સમિતિની ભલામણો સ્વીકારી, જેણે ICC મેનેજમેન્ટ સાથે મળીને દરેક બિડની સંપૂર્ણ સમીક્ષા કરી. 10-ટીમના ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે લાયકાતનો માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે.
The ICC have announced host countries for U19 events between 2024 and 2027 ⬇️https://t.co/DGwfpcvRih
— ICC (@ICC) November 13, 2022