ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે…
કોરોના વાયરસને કારણે તમામ ખેલાડીઓ લગભગ 3 મહિનાથી તેમના ઘરે છે. ત્યારે આવા સમયમાં જ્યાં તેઓ પહેલીવાર પોતાના પરિવાર સાથે સમય વિતાવવાની તક મળી. તો બીજી બાજુ વિશ્વમાં રમત સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. એવામાં આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ ખૂબ જ સખત મજા લઇ રહ્યા છે.
તો, શમીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, “મારા ફાર્મહાઉસ હાઉસના ક્રિકેટ બેટ અને મારા ભાઈઓ સાથે ક્વોલિટી પ્રેક્ટિસ સેશન કરી રહ્યું છું.. આ વિડિયોમાં શમી, બોલિંગ કરતો નજરે પડે છે. અને તે પોતાની જાતને ફિટ કરવા માંગે છે એટલે તે દિવસ ને દિવસે ક્રિકેટ પ્રેક્ટિસના વિડિયો મૂકતો હોઈ છે. તે પોતાની ફિટનેસને ફરીથી સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે બાદ ચાહકોએ તેની પ્રશંસા કરી હતી.
નોંધપાત્ર વાત એ છે કે શમીએ થોડા દિવસો પહેલા તેના ચાહકો સાથે એક ફોટો શેર કર્યો હતો. તેનો પાલતુ કૂતરો જેક પણ તેમાં હાજર હતો. તેણે વીડિયોને ‘સ્પીડ વર્ક જેક’ સાથે કેપ્શન કર્યું. આ વીડિયોમાં શમી જેક સાથે તેના ખેતરમાં ઝડપથી દોડી રહ્યો છે.
ખેર, શમી નહીં પણ ઘણા બધા ભારતીય ખિલાડીયો એ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.