ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ રવિવારે ભારત વિરૂદ્ધ ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચી દીધો છે.
સાઉદી ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો છે. આ સાથે તેણે શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગાની ખાસ ક્લબમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ રહેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા.
ટીમ સાઉથીએ ભારતીય બેટ્સમેન હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને દીપક હુડ્ડાની વિકેટ લીધી. સાઉદીએ અગાઉ 2010માં પાકિસ્તાન સામે હેટ્રિક લીધી હતી. મલિંગાની વાત કરીએ તો તેણે 2016માં બાંગ્લાદેશ અને 2019માં ન્યૂઝીલેન્ડ સામે બે હેટ્રિક લીધી હતી.
સાઉદીની છેલ્લી ઓવરમાં સેન્ચુરિયન સૂર્યકુમાર યાદવને એક પણ બોલ રમવા મળ્યો ન હતો કારણ કે હાર્દિક પંડ્યાએ પ્રથમ બે બોલમાં 2-2 વિકેટ લીધી હતી. પરિણામ એ આવ્યું કે સૂર્યકુમાર યાદવ 51 બોલમાં 111 રન બનાવીને નોટઆઉટ રહ્યો. સૂર્યાએ તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે સાઉદીએ તેની 4 ઓવરના ક્વોટામાં 34 રન આપીને ત્રણ વિકેટ લી
Bowlers with more than one T20I hat-trick:
Lasith Malinga 🇱🇰
Tim Southee 🇳🇿A very elite club 👏👏#NZvIND pic.twitter.com/OrQXXAvjZa
— Wisden (@WisdenCricket) November 20, 2022