ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક દાવ અને 182 રનથી હરાવીને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની હારથી ભારતને ઘણો ફાયદો થયો છે.
વાસ્તવમાં, ભારતે તાજેતરમાં જ બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નંબર 2નું સ્થાન મેળવ્યું છે. જેના કારણે દક્ષિણ આફ્રિકાની હારથી પોઈન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે.
દક્ષિણ આફ્રિકા બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા 54.55 ટકા માર્ક્સ સાથે ત્રીજા સ્થાને હતું પરંતુ ઓસ્ટ્રેલિયાના હાથે હાર બાદ ચોથા સ્થાને સરકી ગયું છે. દક્ષિણ આફ્રિકા હવે 50 ટકાના આંક પર છે. જ્યારે શ્રીલંકા 53.33 ટકા માર્ક્સ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો તે 58.93 ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે અને ઓસ્ટ્રેલિયા 78.57 ટકા માર્ક્સ સાથે પ્રથમ ક્રમે છે. આ સાથે ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચવાની ખૂબ જ નજીક છે, જ્યારે બીજી ટીમ માટે ભારત, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ જારી છે.
Australia continue to dominate this World Test Championship cycle 👏#WTC23 pic.twitter.com/BPjNQ7jHsN
— ESPNcricinfo (@ESPNcricinfo) December 29, 2022