ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 16મી સીઝનની 17મી મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમોએ બે-બે મેચ જીતી છે.
આજે એક ટીમને ત્રીજી જીત મળશે જ્યારે બીજી ટીમને બીજી હારનો સામનો કરવો પડશે. આ જ કારણ છે કે આ મેચ વધુ રસપ્રદ રહેશે, કારણ કે તે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. આવી સ્થિતિમાં જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
સૌથી પહેલા વાત કરીએ યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે, જે કેટલાક ફેરફારો સાથે આવશે. મોઈન અલીની વાપસી સંભવ છે અને શ્રીલંકાના સ્પિનર મહેશ થીક્ષાના પણ ટીમમાં પરત ફર્યા છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ તક મળશે. આવી સ્થિતિમાં અંબાતી રાયડુ અને સિસાંડા મગાલાને બહાર બેસવું પડશે. મિશેલ સેન્ટનર પોતાની જગ્યા બનાવી શકશે, કારણ કે સ્પિનર ચેન્નાઈની પીચ પર અસરકારક સાબિત થશે. દીપક ચહરની જગ્યાએ રાજવર્ધન હંગરગેકરને તક મળશે.
બીજી તરફ જો રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો કેપ્ટન સંજુ સેમસન ફેરફાર કરવાનું ટાળશે, કારણ કે ટીમ સારી લયમાં હોય તેવું લાગી રહ્યું છે. જોકે, દેવદત્ત પડિક્કલ ચોથા નંબર પર અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે, તેથી તેના સ્થાને ધ્રુવ જુરેલને તક આપવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય બાકીની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મુરુગન અશ્વિનને તક મળવાની આશા છે. આવી સ્થિતિમાં સંદીપ શર્માને બહાર બેસવું પડશે. જો કે ઈમ્પેક્ટ પ્લેયરને ધ્યાનમાં લેતાં બેમાંથી એકને તક મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), મિશેલ સેન્ટનર, રાજવર્ધન હંગરગેકર, મહેશ થીક્ષાના અને તુષાર દેશપાંડે.
રાજસ્થાન રોયલ્સની સંભવિત ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c&wk), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, આર અશ્વિન, સંદીપ શર્મા/એમ અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ