ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023ની 29મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
તે હવે ટી20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેચ ધરાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો હિસ્સો રહેલા દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને હરાવ્યો છે. ધોનીએ SRHના કેપ્ટન એડન માર્કરામનો કેચ પકડીને આ ખાસ સિદ્ધિ મેળવી હતી. તમને જણાવી દઈએ કે, આ મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું અને સિઝન-16ની પોતાની ચોથી મેચ જીતી લીધી.
આ કેચ સાથે, CSK સુકાની ટી20 ક્રિકેટમાં કીપર તરીકે સૌથી વધુ કેપ ધરાવતો ખેલાડી બની ગયો. ધોનીએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં વિકેટ કીપર તરીકે અત્યાર સુધીમાં 208 કેચ લીધા છે. તેણે આ યાદીમાં 207 કેચ પકડનાર ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો છે.
ટી20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ વિકેટ કીપર તરીકે:
એમએસ ધોની – 208
ક્વિન્ટન ડી કોક – 107
દિનેશ કાર્તિક – 205
કામરાન અકમલ – 172
દિનેશ રામદિન – 150
2006માં પોતાની પ્રથમ ટી20 મેચ રમનાર ધોની અત્યાર સુધીમાં આ ફોર્મેટમાં કુલ 356 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 208 કેચ લેવા ઉપરાંત 85 સ્ટમ્પ આઉટ પણ કર્યા છે.
