બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમે શુક્રવારે રાત્રે ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડને 102 રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે ICC ODI રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
હા, હવે પાકિસ્તાનને પણ ઓસ્ટ્રેલિયા અને ભારતની બરાબરી પર 113-113 રેટિંગ મળી ગયું છે, પરંતુ કેટલાક દશાંશ અંકોને કારણે તે ટોચ પર છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાન ICC રેન્કિંગમાં નંબર-1 ટીમ બની છે. ચોથી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમની સદીના આધારે 334 રન બનાવ્યા હતા, આ સ્કોરનો પીછો કરતા કિવી ટીમ 43.4 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને પાંચ મેચની વનડે શ્રેણીમાં 4-0ની લીડ મેળવી લીધી છે અને તે ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વીપથી એક જીત દૂર છે.
ICC ODI રેન્કિંગની વાત કરીએ તો, ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝની શરૂઆત પહેલા બાબર આઝમની ટીમ 106 રેટિંગ સાથે 5માં સ્થાને હતી. યજમાનોએ પ્રથમ બે વનડેમાં લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો, જ્યારે ત્રીજી વનડેમાં કિવી ટીમને 26 રનથી પરાજય આપ્યો હતો. આમ કરીને પાકિસ્તાને ન માત્ર શ્રેણીમાં અજેય લીડ મેળવી હતી પરંતુ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને પણ પાછળ છોડી દીધા હતા.
હવે ચોથી વનડેમાં પાકિસ્તાને ફરી એકવાર ન્યૂઝીલેન્ડને હરાવીને રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જોકે, આ સ્થાન જાળવી રાખવા માટે તેણે છેલ્લી વનડે પણ જીતવી પડશે. જો પાકિસ્તાન છેલ્લી ODIમાં ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે તો તેની ODI રેન્કિંગ ખોવાઈ શકે છે.
Congratulations, Pakistan 🎉
They go to the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings 🙌 pic.twitter.com/GUq2CjOEoK
— ICC (@ICC) May 5, 2023