મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનનું બેટ ફરી એકવાર ધમધમી રહ્યું છે. તેણે IPL 2023 એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રીને વન ડાઉન થયા બાદ 23 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી.
તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ગ્રીને સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ગ્રીન ભલે ફિફ્ટી ચૂકી ગયો હોય, પરંતુ તેણે ઈતિહાસ રચ્યો. તે ડેબ્યૂ IPL સિઝનમાં 400 પ્લસ સ્કોર કરનાર ચોથો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો છે.
ગ્રીનની આ પ્રથમ IPL સિઝન છે. મુંબઈએ તેને હરાજીમાં 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. ગ્રીને 15 મેચમાં 52.75ની એવરેજ અને 161.07ની સ્ટ્રાઈક રેટથી 422 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી હતી.
શોન માર્શ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે જેણે IPLની ડેબ્યૂ સિઝનમાં 400 પ્લસ રન બનાવ્યા હતા.
IPLની પ્રથમ સિઝનમાં 400 પ્લસ રન બનાવનાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ:
616 – શોન માર્શ (પંજાબ, 2008)
472 – શેન વોટસન (રાજસ્થાન, 2008)
436 – એડમ ગિલક્રિસ્ટ (ડેક્કન ચાર્જર્સ, 2008)
422 – કેમેરોન ગ્રીન (મુંબઈ, 2023)