ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે. કેપ્ટન કૂલની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે અને ફેન્સમાં તેનો ક્રેઝ જબરજસ્ત બોલે છે.
આ દરમિયાન તેના એક જોરદાર ચાહકે તમામ હદ વટાવીને કંઈક એવું કર્યું જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. વાસ્તવમાં, ધોનીના એક પ્રશંસકે પોતાના લગ્નના કાર્ડ પર એમએસ ધોનીનો ફોટો છાપ્યો હતો. વાયરલ થઈ રહેલા આ લગ્નના કાર્ડમાં ધોનીના ફોટોની સાથે જર્સી નંબર અને તેનું નામ પણ જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું આ લગ્નનું કાર્ડ છત્તીસગઢના રાયગઢ જિલ્લાનું છે. આ લગ્નના કાર્ડની બંને બાજુ CSKના કેપ્ટન એમએસ ધોનીની તસવીરો છે. આ સિવાય કેપ્ટન કૂલની જર્સી નંબર 7 અને ‘થાલા’ પ્રિન્ટ કરવામાં આવી છે. ધોનીના આ જબરા ફેનનું નામ દીપક પટેલ છે, તે મિલુપરાના કોંડકેલ જિલ્લાનો રહેવાસી છે. દીપક પટેલનું કહેવું છે કે તે મહેન્દ્ર સિંહ ધોનીને બાળપણથી જ પોતાનો આદર્શ માને છે, જેના કારણે ક્રિકેટમાં ઘણો રસ છે.
CSK #yellove 💛 fever isn't over yet⁉️
A fan boy of @msdhoni from #chhattisgarh printed Dhoni face, #Jersey no 7 on his wedding card and invite to the #ChennaiSuperKings captain❤🔥
#MSDhoni𓃵 #thala #Dhoni pic.twitter.com/dZmAqFvI14— Shivsights (@itsshivvv12) June 3, 2023
દીપકે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીના કારણે બાળપણમાં ક્રિકેટના પ્રેમમાં પડ્યો હતો, આજ સુધી એ પ્રેમ જળવાઈ રહ્યો છે. સાથે તેણે કહ્યું કે તે તેના ગામની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તેણે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી કેપ્ટનશિપની રીત શીખી છે.
