ઓડિશાના બાલાસોરમાં શુક્રવાર, 2 જૂનની રાત્રે ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 275 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા.
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પણ આ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું છે. યુઝવેન્દ્ર ચહલે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
ચહલે ઓડિશા ટ્રેન અકસ્માત માટે સ્કાઉટ ગેમિંગ ચેનલ દ્વારા આયોજિત સ્ટ્રીમમાં ટ્રેન અકસ્માત માટે ચેરિટી કાર્ય માટે 1 લાખનું દાન આપ્યું હતું. ચહલ તાજેતરમાં રાજસ્થાન રોયલ્સ માટે IPL 2023માં દર્શાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. રાજસ્થાને 14માંથી 7 મેચ જીતી હતી અને તેના કારણે તેની ક્વોલિફિકેશન થઈ શકી નથી.
Yuzvendra Chahal donates 1 lakh in charity stream organised by S8UL E-Sports for victims of the Odisha train accident. 🇮🇳 pic.twitter.com/6zWq5F7zLW
— Vicky Singh (@VickyxCricket) June 6, 2023
યુઝવેન્દ્ર ચહલને મોબાઈલ ગેમ રમવાનું પસંદ છે. તેને PUBG જેવી ગેમ ખૂબ જ પસંદ છે અને તે ઘણીવાર YouTubers સાથે ગેમ રમતા જોવા મળે છે. આ જેમ રમતા તેણે દાન આપ્યું છે. ઘણા યુટ્યુબર્સે અત્યાર સુધીમાં આવી સ્ટ્રીમ્સ કરી છે જ્યાં તેઓ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદ કરવા માટે ઓડિશા સરકારને દાન આપી રહ્યા છે