World test Championshipના બીજા દિવસે ભારતનો સ્કોર પાંચ વિકેટના નુકસાને 151 પર પહોંચી ગયો છે પરંતુ 469ના વિશાળ કાઈ લક્ષ્યને હાંસલ કરવા માટે હવે ભારતને કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે.
બીજા દિવસના પ્રારંભમાં ભારતની ફાસ્ટ બોલિંગ એ બે સેશનની અંદર ઓસ્ટ્રેલિયાના સાત વિકેટ ઉખાડી ફેંકી જવાબી હુમલો કરીને ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કરી નાખ્યું હતું. પરંતુ ફાસ્ટ બોલિંગ માટે પ્રસિદ્ધ કાંગારૂ ના બોલરોએ પણ ભારતની આબરૂના કાંકરા કરવામાં કોઈ પાછીપાની કરી ન હતી અને માત્ર 151 ના સ્કોર પર ભારતની પાંચ વિકેટ ઉખાડી ફેંકી ભારત ને બેક ફૂટ પર લાવી દીધું છે.
દિવસની રમતના અંતે શ્રીકર ભરત પાંચ રન બનાવીને રહાણેને સાથ આપી રહ્યો હતો. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના સ્કોરથી 318 રન પાછળ છે. ફોલોઓનથી બચવા માટે ટીમને હજુ 119 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના પાંચેય બોલરોને 1-1 સફળતા મળી છે, જેમાં સ્કોટ બોલેન્ડ પણ સામેલ છે. બોલેન્ડે શુભમન ગિલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Rohit ❌ Gill ❌ Pujara❌ Kohli❌
India's top-order fail once again in an ICC knockout. Is there a way back for India from here? #WTCFinal2023 #WTCFinals #TheUltimateTest pic.twitter.com/D1I1gdCwyR
— Cricbuzz (@cricbuzz) June 8, 2023