ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ગુરુવારે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી લીધી છે. જમણા હાથના ફાસ્ટ બોલરે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન સિરાજે બેટ્સમેનોને ઘણી હદ સુધી મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેણે 28.3 ઓવરમાં 108 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સિરાજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ અને નાથન લિયોનની વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજે 19 ટેસ્ટમાં 51 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 3.31 રહ્યો છે. સિરાજ દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભારતના સૌથી ભરોસાપાત્ર બોલર તરીકે ઉભરી આવ્યો છે. આ મેદાન પર તેણે 38 વિકેટ લીધી છે. સિરાજે ઈંગ્લેન્ડમાં 22 વિકેટ લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણ મેચમાં 13 વિકેટ ઝડપી છે.
ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના સ્કોરમાં 142 રન ઉમેરીને બાકીની સાત વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજ ભારતનો સૌથી સફળ બોલર હતો જેણે 108 રનમાં ચાર વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર (2/83) અને મોહમ્મદ શમી (2/122) એ પણ બે-બે વિકેટ લીધી હતી.