ભારતીય ટીમ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે મહિનાના પ્રવાસની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. આ પ્રવાસથી ટીમ ઈન્ડિયા તેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રીજા ચક્રના અભિયાનની પણ શરૂઆત કરશે.
આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ 2023ની તૈયારીઓના સંદર્ભમાં ભારતીય ટીમ માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમની ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી20 ટીમ હજુ આવવાની બાકી છે. આ દરમિયાન હવે ટીમ ઈન્ડિયામાં એક ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે. આ પીઢ ખેલાડીને ટીમમાં એક પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ સચિવ અને કેરળ ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ જયેશ જ્યોર્જને આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયેશ અગાઉ પણ આ રોલ કરી ચૂક્યો છે. તે મેનેજર તરીકે ઇન્ડિયા A ટીમ સાથે ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયો છે. આ ઉપરાંત જ્યારે સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ હતા ત્યારે પણ જયેશ બોર્ડના સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે. KCAએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપી અને જ્યોર્જને અભિનંદન આપતું એક ખાસ પોસ્ટર શેર કર્યું.
Jayesh George, President of KCA, has been appointed as the manager of the Indian team in the West Indies tour. pic.twitter.com/hN7M8dHklN
— Johns. (@CricCrazyJohns) June 29, 2023