ભારત A ટીમ તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ 2023 રમવા માટે શ્રીલંકા ગઈ હતી જ્યાં ટીમને ફાઈનલ મેચમાં પાકિસ્તાનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇમર્જિંગ એશિયા કપમાં યુવા બેટ્સમેન રિયાન પ્રાગ ખાસ કરી શક્યો નહોતો.
પરંતુ ભારતમાં રમાઈ રહેલી દેવધર ટ્રોફીમાં રિયાન પરાગે શાનદાર ઇનિંગ રમીને તમામ ટીકાકારોને થપ્પડ મારી દીધી છે.
દેવધર ટ્રોફીમાં રમાઈ રહેલી મેચમાં યુવા બેટ્સમેન રિયાન પરાગે શાનદાર ઇનિંગ રમી અને સદી ફટકારી. રિયાન પરાગે આ ઇનિંગ સાથે સિલેક્ટરને જડબાતોડ જવાબ આપ્યો છે કારણ કે રિયાન પરાગની ચીનમાં રમાનારી એશિયન ગેમ્સ 2023માં પસંદગી કરવામાં આવી નથી.
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રિયાન પરાગે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે રમાઈ રહેલી દેવધર ટ્રોફી મેચમાં શાનદાર બેટિંગ કરતા તોફાની સદી ફટકારી છે. રિયાન પરાગ દેવધર ટ્રોફી 2023માં ઈસ્ટ ઝોન તરફથી રમી રહ્યો છે. રિયાન પરાગ નોર્થ ઝોન સામે 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો અને તેણે શાનદાર બેટિંગ કરી અને માત્ર 102 બોલમાં 131 રન બનાવ્યા. રિયાન પરાગે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 11 સિક્સર ફટકારી હતી. રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને 128.43ના સ્ટ્રાઈક રેટથી પ્રહારો કર્યા. જો રિયાન પરાગના બાઉન્ડ્રી રનની વાત કરીએ તો તેણે 16 બોલમાં 86 રન બનાવ્યા હતા.
જો દેવધર ટ્રોફી વચ્ચે રમાઈ રહેલી મેચની વાત કરીએ તો આ મેચમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન સૌરભ તિવારીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈસ્ટ ઝોનની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 337 રન બનાવ્યા હતા. પૂર્વ ઝોન તરફથી રિયાન પરાગ ઉપરાંત કુમાર કુશાગ્રાએ પણ શાનદાર ઇનિંગ રમી અને 87 બોલમાં 98 રન બનાવ્યા. નોર્થ ઝોન તરફથી મયંક કુમારે 10 ઓવરમાં 63 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
Riyan Parag played the innings of his cricket career so far!
131 runs from just 102 balls including 5 fours & 11 sixes when West Zone was 57/5 in Deodhar Trophy.#RiyanParag #WestZone #DeodharTrophy pic.twitter.com/BLeIW8fZql
— Sportz Point (@sportz_point) July 28, 2023