ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં, બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં રમાશે.
આજે અમે તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સૌથી વધુ રન બનાવનાર 5 બેટ્સમેન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
5. શિખર ધવન: હવે આ યાદીમાં શિખર ધવન 5માં સ્થાને છે. શિખર ધવને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામે 30 ODI મેચોમાં 45.17 ની સરેરાશથી 1265 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
4. એમએસ ધોની: આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ODIમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે ચોથા સ્થાને છે. ધોનીએ 48 ઇનિંગ્સમાં 1660 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 11 અડધી સદી અને બે સદી ફટકારી હતી.
3. વિરાટ કોહલી: આ યાદીમાં ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. વિરાટે ઓસ્ટ્રેલિયાસામે 44 ઇનિંગ્સમાં 2172 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 સદી અને 11 અડધી સદી ફટકારી છે.
2. રોહિત શર્મા: આ યાદીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાને છે. 59.23ની એવરેજથી 2251 રન બનાવ્યા. રોહિતે આ દરમિયાન 8 સદી અને 8 અડધી સદી ફટકારી છે. જો રોહિત આ સિરીઝમાં સદી ફટકારે છે તો તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડની બરોબરી કરી શકે છે.
1. સચિન તેંડુલકર: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં સૌથી વધુ રન બનાવનારા ક્રિકેટરોની યાદીમાં ટોચ પર છે. સચિન તેંડુલકરે 9 સદી અને 15 અર્ધસદી સહિત 3077 રન બનાવ્યા હતા.