ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન દિગ્ગજ રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ODI દરમિયાન વિરાટ કોહલીએ 61 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી.
ઇનિંગ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ગ્લેન મેક્સવેલે તેને કેચ આઉટ કરાવ્યો હતો. અડધી સદીની ઇનિંગ્સ રમીને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવવાના મામલે સર વિવિયન રિચર્ડ્સને પાછળ છોડી દીધા છે.
ODI ક્રિકેટમાં સૌથી વધુ 50 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે વનડેમાં 145 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારાએ 118 વખત આ સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં વિરાટ કોહલી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ODIમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 3077 રન બનાવ્યા છે. રોહિત શર્માના નામે 2332 રન છે.
ODIમાં 50થી વધુનો સર્વોચ્ચ સ્કોર:
145 – સચિન તેંડુલકર
118 – કુમાર સંગાકારા
113-વિરાટ કોહલી
112 – રિકી પોન્ટિંગ
103 – જેક કાલિસ
વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન:
3077 – સચિન તેંડુલકર
2332 – રોહિત શર્મા
2262 – ડેસમન્ડ હેન્સ
2228 – વિરાટ કોહલી