વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા. ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 117 રનની સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રવેશ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિરાટ કોહલીએ તેની કારકિર્દીની 50મી ODI સદી ફટકારી હતી, જે ODI ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. જે બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે વિરાટ કોહલીનો આ રેકોર્ડ કયો બેટ્સમેન તોડી શકે છે? આ અંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે મોટી ભવિષ્યવાણી કરી છે.
વર્લ્ડ કપ 2023માં પોતાની 50મી આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરનાર વિરાટ કોહલીને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. તેના આ રેકોર્ડ બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે કે કયો ખેલાડી તેનો આ રેકોર્ડ તોડી શકે છે? આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે પોતાની મોટી પ્રતિક્રિયા આપી છે. તેના મતે પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમ કે ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકે છે.
પૂર્વ પાકિસ્તાની ખેલાડી કામરાન અકમલે જે બે ખેલાડીઓ વિરાટ કોહલીનો 50 સદીનો રેકોર્ડ તોડશે તેવી ભવિષ્યવાણી કરી છે, બંને આ મામલે હજુ પણ ઘણા પાછળ છે. પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમે અત્યાર સુધી 117 ODI મેચોમાં કુલ 19 સદી ફટકારી છે, જે વિરાટ કોહલીની સદીની અડધી પણ નથી, જ્યારે શુભમન ગીલે 43 ODI મેચોમાં કુલ 6 સદી ફટકારી છે. કામરાન અકમલના મતે, વિરાટનો આ રેકોર્ડ ટોપ 3 બેટ્સમેન જ તોડી શકે છે, તેના મતે કોઈ મિડલ ઓર્ડર બેટ્સમેન તેને તોડી શકે નહીં.
pic- swag cricket
