હું તેમને કહેવા માંગુ છું કે તમે આફ્રિદી બનો અને નિવૃત્તિમાંથી બહાર આવો..
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને હવે ટીકાકાર આકાશ ચોપડાએ કહ્યું છે કે સુરેશ રૈનાના નિવૃત્તિ લેવાના નિર્ણયથી તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. ચોપરાએ કહ્યું કે, રૈના પાસે આગામી વર્ષના ટી 20 વર્લ્ડ કપ પહેલા પોતાને માટે નિર્ણય કરવાનો સમય હતો અને તેણે રૈનાને ‘શાહિદ આફ્રિદી’ બનવાની અને નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી હતી.
ચોપરાએ કહ્યું કે, “હું તેમને કહેવા માંગુ છું કે તમે આફ્રિદી બનો અને નિવૃત્તિમાંથી બહાર આવો.”
તેણે કહ્યું, “મારું માનવું છે કે 2020 અને 2021 ની આઈપીએલ સીઝનમાં વધુ સારું કામ કરીને રૈના ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં જોડાઈ શકે છે. હું નિશ્ચિતપણે માનું છું કે તે શક્ય છે.”
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી જ રૈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હતો. રૈના અને ધોની હવે આઈપીએલની 2020 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવા માટે તૈયાર છે.
ચોપરાએ કહ્યું કે, “રૈના હવે વધારે રમી શકે છે, તેને હજી નિવૃત્તિ લેવાની જરૂર નહોતી. તે 33 વર્ષનો છે. હા, હું સંમત છું કે ઈજાની સમસ્યા હતી પણ કયા ખેલાડીને આવી સમસ્યા નથી. સર્જરી બાદ. તે ફિટ અને મજબૂત હતો. મને લાગે છે કે રૈના મેદાનમાં પાછા ફરવા માટે ઉત્સુક હતો.”
તેમણે કહ્યું કે, “ધોનીનો મામલો સમજી શકાય છે. જો આઈપીએલ એપ્રિલ-મેમાં હોત અને ટી -20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં હોત, તો ધોની ટીમમાં જોડાઈ શક્યો હોત. પરંતુ ટી -20 વર્લ્ડ કપ મોકૂફ રાખવું તે ધોનીનું હોઇ શકે. નિવૃત્તિ લેવાનું આ મહત્વનું કારણ હોઈ શકે છે. સાચું કહું તો રૈનાને આવી કોઈ સમસ્યા નહોતી. “