વર્ષ 2024માં યોજાનારી મહિલા IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. મહિલા IPL એક મહિના પછી એટલે કે 23 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. મહિલા IPL 2024 ની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. જોકે, દિલ્હી કેપિટલ્સને ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમોની ગણતરી ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમોમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
આ વર્ષે મહિલા પ્રીમિયર લીગમાં કુલ 22 મેચો રમાશે. ફાઈનલ મેચ 17 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ટૂર્નામેન્ટની એલિમિનેટર મેચ 15 માર્ચે રમાશે. આખી ટુર્નામેન્ટ બે શહેરો દિલ્હી અને બેંગલુરુમાં રમાશે. ગત સિઝનની જેમ, ટોચની ત્રણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.
WPL 2024: સંપૂર્ણ શેડ્યૂલ:
23 ફેબ્રુઆરી- મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, બેંગલુરુ
24 ફેબ્રુઆરી- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ યુપી વોરિયર્સ, બેંગલુરુ
25 ફેબ્રુઆરી- ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, બેંગલુરુ
26 ફેબ્રુઆરી – યુપી વોરિયર્સ વિ દિલ્હી કેપિટલ્સ, બેંગલુરુ
27 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત જાયન્ટ્સ, બેંગલુરુ
28 ફેબ્રુઆરી – મુંબઈ ઈન્ડિયન્સ વિ યુપી વોરિયર્સ, બેંગલુરુ
29 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ દિલ્હી કેપિટલ્સ, બેંગલુરુ
માર્ચ 1 – યુપી વોરિયર્સ વિ ગુજરાત જાયન્ટ્સ, બેંગલુરુ
2 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, બેંગલુરુ
3 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સ, બેંગલુરુ
4 માર્ચ – યુપી વોરિયર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગલુરુ
5 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી
6 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી
7 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી
8 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિ યુપી વોરિયર્સ, દિલ્હી
9 માર્ચ- મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી
10 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી
11 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિ યુપી વોરિયર્સ, દિલ્હી
12 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી
13 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી
15 માર્ચ – દિલ્હીમાં એલિમિનેટર
17 માર્ચ – દિલ્હીમાં ફાઇનલ
WPL 2024 schedule. pic.twitter.com/1NzRrZP0IO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2024