ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2જી ફેબ્રુઆરી એટલે કે શુક્રવારથી વિશાખાપટ્ટનમમાં રમાશે. તે માટે ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે.
અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વાપસી થઈ છે. જ્યારે સ્પિનર શોએબ બશીરને ડેબ્યૂ કરવાની તક મળી છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન – જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (વિકેટકીપર), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.
England 11 for the second Test vs India:
Crawley, Duckett, Pope, Root, Bairstow, Stokes, Foakes, Rehan, Hartley, Bashir, Anderson pic.twitter.com/cqPksJT6Yn
— Johns. (@CricCrazyJohns) February 1, 2024