ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટોએ આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે.
બેયરસ્ટો હવે ઈંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ રમનાર 17મો ક્રિકેટર બની ગયો છે. આ બેટ્સમેને ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 22 મેચમાં 31.39ની એવરેજથી 1,193 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ સૌથી વધુ 100 ટેસ્ટ રમનારા ખેલાડીઓની સંખ્યામાં પ્રથમ ક્રમે છે. આ ટીમ માટે અત્યાર સુધીમાં બેયરસ્ટો સહિત 17 ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયા 14 ખેલાડીઓ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં 15 ખેલાડીઓ 100 ટેસ્ટ રમી ચૂક્યા છે, તેઓ બીજા સ્થાને છે.
જોની બેરસ્ટો જમણા હાથનો વિકેટકીપર બેટ્સમેન છે. તેણે તેની પ્રથમ ટેસ્ટ 2012માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. અત્યાર સુધી તેણે 99 ટેસ્ટ મેચોની 176 ઇનિંગ્સમાં 36.42ની એવરેજથી 5,974 રન બનાવ્યા છે. તેણે પોતાના બેટથી 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે તે 12 વખત અણનમ પણ રહ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 214 મેચોમાં 42.82ની એવરેજથી 13,705 રન બનાવ્યા છે.
જોની બેયરસ્ટોના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 હજારથી વધુ રન છે. ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે 8મા નંબર પર છે. અત્યાર સુધી આ બેટ્સમેને 276 મેચની 338 ઇનિંગ્સમાં 37.22ની એવરેજથી 11,354 રન બનાવ્યા છે.
A special landmark – Test No. 💯 for Jonny Bairstow ✨
The 17th from England to get here 👏#INDvENG pic.twitter.com/TiW133Zx2p
— ESPNcricinfo (@ESPNcricinfo) March 7, 2024
