રણજી ટ્રોફી 2024ની ફાઈનલ મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાશે. પ્રથમ સેમીફાઈનલમાં મુંબઈએ તમિલનાડુને હરાવીને ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું હતું. હવે બીજી સેમીફાઈનલમાં વિદર્ભની ટીમે મધ્યપ્રદેશને 62 રને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. હવે ફાઈનલ 10મી માર્ચથી મુંબઈના વાનખેડે મેદાન પર રમાશે. આ મેચ 10 માર્ચથી 14 માર્ચ સુધી રમાશે.
રણજી ટ્રોફી 2024 ની બીજી સેમિફાઇનલમાં, મેચના 5મા દિવસે, વિદર્ભને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી, જ્યારે એમપીને 93 રન બનાવવાના હતા. MPએ દિવસની શરૂઆતમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને સેમિફાઇનલમાં હારી ગયું હતું. આ મેચમાં વિદર્ભને જીતવા માટે 321 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા એમપીની ટીમ 258 રન જ બનાવી શકી હતી.
મુંબઈની ટીમ રણજી ટ્રોફીની સૌથી સફળ ટીમ છે. જેણે 41 વખત ખિતાબ જીત્યો છે. તે આ સિઝન સહિત 48મી વખત ફાઇનલમાં પહોંચી છે. ટીમને છેલ્લી જીત 2015-16ની સિઝનમાં મળી હતી. 2021-22 સીઝનમાં ટીમને ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તે તેનું 42મું ટાઈટલ જીતવા ઈચ્છશે.
MUMBAI VS VIDHARBHA IN THE RANJI TROPHY FINAL AT THE WANKHEDE STADIUM…!!!pic.twitter.com/GrlVzIox8e
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024