2024માં IPL શરૂ થવામાં વધુ સમય બાકી નથી. ક્રિકેટ ચાહકોમાં IPLનો ક્રેઝ પહેલેથી જ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આઈપીએલ ટીમોને લઈને ચર્ચાઓનું જોરદાર વાતાવરણ છે. ટીમના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ સેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા જોવા મળે છે.
આઇપીએલની ઉત્તેજના વધારવામાં કોમેન્ટેટર્સ પણ મોટી ભૂમિકા ભજવે છે. આ વર્ષે પણ આઈપીએલ જિયો સિનેમા પર અલગ-અલગ ભાષાઓમાં ટેલિકાસ્ટ થશે. IPL 2024 માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી છે. આ કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજોને તક આપવામાં આવી છે.
હિન્દી અને અંગ્રેજી બે ભાષાઓ માટે કોમેન્ટ્રી પેનલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અંગ્રેજી કોમેન્ટ્રી પેનલની યાદી:
અંગ્રેજી કોમેન્ટ્રીની વાત કરીએ તો આ વર્ષે આઈપીએલ મીની ઓક્શનમાં વણસોલ્ડ રહી ગયેલો સ્ટીવ સ્મિથ પણ ઈંગ્લિશ કોમેન્ટ્રી પેનલમાં જોવા મળશે. સ્ટીવ સ્મિથ ઉપરાંત સ્ટુઅર્ટ બ્રોડ, ડેલ સ્ટેન, જેક્સ કાલિસ, ટોમ મૂડી, પોલ કોલિંગવુડ, સુનિલ ગાવસ્કર, બ્રાયન લારા, રવિ શાસ્ત્રી, હેડન, કેવિન પીટરસન, માઈકલ ક્લાર્ક, સંજય માંજરેકર, એરોન ફિન્ચ, ઈયાન બિશપ, નાઈટ, કેટિચ, મોરિસન, મોરિસ, બદ્રી, કેટી, ગ્રીમ સ્વાન, દીપ દાસગુપ્તા, હર્ષા ભોગલે, મ્બાન્ગવા, અંજુમ, મુરલી કાર્તિક, રમન, રોહન ગાવસ્કર, ગંગા, હોવર્ડ અને જર્મનોને જવાબદારી સોંપવામાં આવી છે.
— Star Sports (@StarSportsIndia) March 16, 2024