ભલે IPL 2024ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની ટીમના એક બોલર માટે આ ટીમ ઘણી ખાસ હતી. આ ખેલાડી IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે આ બોલરે ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પીયૂષ ચાવલા આઈપીએલનો બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. તેણે IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે. પિયુષ ચાવલાએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહના રૂપમાં તેની એકમાત્ર વિકેટ મેળવી હતી. આ સાથે તેણે IPLમાં 184 વિકેટ પૂરી કરી. તે હવે માત્ર યુઝવેન્દ્ર ચહલથી પાછળ છે. આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલ 200 વિકેટ સાથે સૌથી આગળ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સનો બોલર સુનીલ નારાયણ પણ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમા સ્થાને આવી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં સુનીલ નારાયણે 2 વિકેટ લીધી હતી. આ સાથે તેણે IPLમાં 176 વિકેટ ઝડપી છે. તેમણે અમિત મિશ્રાને પાછળ છોડી દીધા છે. IPLમાં અમિત મિશ્રાના નામે 174 વિકેટ છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
યુઝવેન્દ્ર ચહલ – 200 વિકેટ
પીયૂષ ચાવલા – 184 વિકેટ
ડ્વેન બ્રાવો – 183 વિકેટ
ભુવનેશ્વર કુમાર – 178 વિકેટ
સુનીલ નારાયણ – 176 વિકેટ
Most wickets in the IPL:
200 – Yuzvendra Chahal
184* – Piyush Chawla
183 – Dwayne Bravo
178 – Bhuvneshwar Kumar@PiyushChawla255 surpassed @DJBravo47 as the 2nd Leading Wicket-Taker in IPL.📷 BCCI pic.twitter.com/qxRcipiK6S
— CricketGully (@thecricketgully) May 3, 2024
