વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024માં પોતાની બીજી મેચમાં યુગાન્ડાને માત્ર 39 રન પર આઉટ કરીને જીત મેળવી હતી. ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 173 રન બનાવી દીધા હતા અને યુગાન્ડાના બેટ્સમેનો વેસ્ટ ઈન્ડિઝના બોલરો સામે માત્ર 12 ઓવર જ ટકી શક્યા હતા અને યજમાન ટીમ 134 રનથી જીતી ગઈ હતી.
યુગાન્ડા 39 રનમાં ઓલઆઉટ થવા છતાં T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછા સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ વિ યુગાન્ડા મેચમાં બનેલા કેટલાક રેકોર્ડ પર એક નજર કરીએ.
યુગાન્ડા 39 રનમાં આઉટ હોવા છતાં, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ તોડી શક્યો નથી કારણ કે 10 વર્ષ પહેલા 2014 T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમ શ્રીલંકા સામે આટલા જ રનમાં આઉટ થઈ હતી. યુગાન્ડા હવે T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થનારી સંયુક્ત પ્રથમ ટીમ બની ગઈ છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો ઓલઆઉટ કુલ
39 – NED vs SL, ચિટાગોંગ, 2014
39 – UGA વિ. WI, પ્રોવિડન્સ, 2024*
44 – NED vs SL, શારજાહ, 2021
55 – WI vs ENG, દુબઈ, 2021
58 – UGA vs AFG, ગયાના, 2024
આ સાથે જ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનના મામલે વેસ્ટ ઈન્ડિઝની આ બીજી સૌથી મોટી જીત છે. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. 2007 T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાએ કેન્યાને 172 રનથી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ હવે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
T20 વર્લ્ડ કપમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત
172 – શ્રીલંકા વિ કેન્યા, જો’બર્ગ, 2007
134 – WI વિ UGA, પ્રોવિડન્સ, 2024*
130 – અફઘાનિસ્તાન વિ સ્કોટલેન્ડ, શારજાહ, 2021
130 – દક્ષિણ આફ્રિકા વિ સ્કોટલેન્ડ, ધ ઓવલ, 2009
125 – અફઘાનિસ્તાન વિ UGA, પ્રોવિડન્સ, 2024
AN HISTORIC WIN!🙌🏾
A dominating performance and the highest margin of victory in runs for West Indies in T20Is.🔥#WIREADY | #T20WorldCup | #WIvUGA pic.twitter.com/XgxtKONiEm
— Windies Cricket (@windiescricket) June 9, 2024