ભારતીય ટીમ હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયામાં છે. પર્થ ટેસ્ટમાં વિજય નોંધાવ્યા બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે મેચ રમી હતી, જેમાં પણ ટીમનો વિજય થયો હતો. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર હતા. ઓસ્ટ્રેલિયાના PMએ મેચ દરમિયાન ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વિશે મોટો ખુલાસો કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ હાલમાં જ વિરાટ કોહલીને મળ્યા હતા અને આ દરમિયાન તેઓ લાંબા સમય સુધી કોહલી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પીએમ સતત કોહલી પર નજર રાખતા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. હવે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કોહલી વિશે મોટી વાત કહી છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે, તેમના ડોક્ટર વિરાટ કોહલીના મોટા પ્રશંસક છે અને તેમણે તેની પાસે કોહલીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. પીએમે કહ્યું, વિરાટ કોહલી માટે મારા અંગત ડૉક્ટરનો જુસ્સો હદની બહાર છે, જ્યારે મેં તેને કહ્યું કે હું વિરાટને મળવા જઈ રહ્યો છું, ત્યારે તેઓ વિશ્વાસ ન કરી શક્યા અને મને કોહલીનો ઓટોગ્રાફ લેવા કહ્યું.