બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર બીજી ટેસ્ટ પર છે, જે ગુલાબી બોલથી રમાશે. આ મેચ 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે. ભારત માટે સારા સમાચાર છે કે, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય બેટ્સમેન શુભમન ગિલની વાપસી પાક્કી છે.
આ કારણે હવે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં બીજી ટેસ્ટમાં કોણે બહાર બેસવું પડશે તે જોવાનું રહેશે.
1. ધ્રુવ જુરેલ:
વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ઓસ્ટ્રેલિયા A સામે ભારત A માટે બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમી હતી અને તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આ કારણે તેને પર્થમાં રમવાનો મોકો મળ્યો પરંતુ તે બંને ઇનિંગ્સમાં કુલ 12 રન જ બનાવી શક્યો. હવે ભારત પાસે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ છે અને કેપ્ટન રોહિત શર્મા પણ પ્લેઈંગ 11માં પરત ફરશે. આ કારણોસર, જુરેલને બહાર ફેંકવામાં આવશે તેવી સંપૂર્ણ આશા છે.
2. દેવદત્ત પડિકલ:
પર્થ ટેસ્ટ પહેલા શુભમન ગિલની ઈજા દેવદત્ત પડિકલ માટે એક તક બની ગઈ અને તેને ભારત A ટીમમાંથી મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જો કે, પડિક્કલ આ તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. પ્રથમ દાવમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, જ્યારે બીજા દાવમાં તેણે પોતાના બેટથી માત્ર 25 રન બનાવ્યા હતા. હવે જ્યારે ગિલ ફિટ થઈ ગયો છે, ત્યારે તેની વાપસીને કારણે પડિકલનું બહાર થવું નિશ્ચિત છે.
3. સરફરાઝ ખાન:
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારનાર સરફરાઝ ખાનને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તક મળવાની આશા ઓછી જણાઈ રહી છે. પ્રવાસની શરૂઆત પહેલા જ ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે સરફરાઝ ઓસ્ટ્રેલિયામાં સફળ નહીં થાય. તેને પર્થમાં પણ રમાડવામાં આવ્યો ન હતો, જ્યારે પ્રેક્ટિસ મેચમાં તે માત્ર 1 રન જ