ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે (MCG) ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરીને ધૂમ મચાવી દીધી હતી. બુમરાહે બીજા દાવમાં 24.4 ઓવરમાં 57 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને સેમ કોન્સ્ટાસ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી અને નાથન લિયોનને તેનો શિકાર બનાવ્યો હતો. આ શ્રેણીમાં આ ત્રીજી વખત છે જ્યારે તેણે એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી હોય.
વર્તમાન સિરીઝમાં બુમરાહે ચાર ટેસ્ટમાં 12.83ની એવરેજથી 30 વિકેટ લીધી છે. એક ભારતીય બોલર તરીકે, તે બોર્ડર ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. તેણે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો, જેણે 2013માં 29 વિકેટ લીધી હતી. હરભજન સિંહ 32 વિકેટ સાથે નંબર વન પર છે.
ભારતીય ઝડપી બોલર તરીકે, બુમરાહ એક વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારા ખેલાડીઓમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ વર્ષે, બુમરાહે ત્રણેય ફોર્મેટમાં મળીને 86 વિકેટ લીધી છે. તે ઈરફાન પઠાણથી પણ આગળ હતો જેણે 2004માં 85 વિકેટ લીધી હતી. કપિલ દેવ 100 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે અને ઝહીર ખાન 89 વિકેટ સાથે બીજા સ્થાને છે.
બુમરાહે ટેસ્ટમાં 71 વિકેટ સાથે વર્ષ 2024 પૂરું કર્યું. તે ટેસ્ટમાં એક વર્ષમાં 70થી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે. કપિલ દેવે 1979માં ટેસ્ટમાં 74 અને 1983માં 75 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં બુમરાહ સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ચોથી વખત આ સિદ્ધિ હાંસલ કરીને બુમરાહે અનિલ કુંબલેની બરાબરી કરી લીધી.
Most wickets by Indian pacers in international cricket in a year :-
100 – Kapil Dev in 1983
89 – Zaheer Khan in 2002
86 – JASPRIT BUMRAH in 2024
85 – Irfan Pathan in 2004
82 – Venkatesh Prasad in 1996#AUSvINDIA— Rhitankar Bandyopadhyay (@rhitankar8616) December 29, 2024
