IPL 2025માં, સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલર ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં સુનીલ નારાયણની વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ આઈપીએલમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
IPLના પહેલા ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી:
1. ટ્રેન્ટ બોલ્ટ:
IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ટોચ પર છે. ટ્રેન્ટ બોલ્ટે IPLમાં 96 મેચોમાં 30 વખત પહેલી ઓવરમાં વિકેટ લીધી છે. ટ્રેન્ટ બોલ્ટ IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.
૨. ભુવનેશ્વર કુમાર:
આ યાદીમાં ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું નામ બીજા નંબરે છે. ભુવનેશ્વર કુમારે ૧૨૬ મેચોમાં ૨૭ વખત આઈપીએલની પહેલી ઓવરમાં વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમાર IPL 2025 માં RCBનો ભાગ છે.
3. પ્રવીણ કુમાર:
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારનું નામ યાદીમાં ત્રીજા નંબરે છે. પ્રવીણ કુમારે આઈપીએલમાં 89 મેચોમાં 15 વખત પ્રથમ ઓવરમાં વિકેટ લીધી છે.
૪. સંદીપ શર્મા:
આ યાદીમાં ભારતીય ઝડપી બોલર સંદીપ શર્મા ચોથા નંબરે છે. સંદીપ શર્માએ 78 IPL મેચોમાં 13 વખત પહેલી ઓવરમાં વિકેટ લીધી છે. સંદીપ શર્મા IPL 2025 માં રાજસ્થાન રોયલ્સનો ભાગ છે.
૫. દીપક ચહર:
ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર આ યાદીમાં પાંચમા ક્રમે છે. દીપક ચહરે 77 IPL મેચોમાં 13 વખત પહેલી ઓવરમાં વિકેટ લીધી છે. દીપક ચહર IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.