ઉપ-કપ્તાન વિહાન મલ્હોત્રા અને એરોન જ્યોર્જની શાનદાર ઇનિંગ્સના બળ પર, ભારતે વરસાદથી પ્રભાવિત સેમિફાઇનલમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવીને અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થશે.
વરસાદને કારણે મેચ 20 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને 20 ઓવરમાં આઠ વિકેટે 138 રન પર રોકી દીધી હતી.
જવાબમાં, મલ્હોત્રાએ 45 બોલમાં અણનમ 61 રન બનાવ્યા. જ્યોર્જે તેની સાથે મળીને 49 બોલમાં અણનમ 58 રન બનાવ્યા. ભારતે 18 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. મલ્હોત્રા અને જ્યોર્જ વચ્ચેની અતૂટ 114 રનની ભાગીદારીને કારણે ભારત આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું. બીજા સેમિફાઇનલમાં, પાકિસ્તાને બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું.
ભારત અને પાકિસ્તાન ૧૧ વર્ષ પછી આ ટુર્નામેન્ટના ફાઇનલમાં ટકરાશે. ભારત અને પાકિસ્તાન ૧૧ વર્ષ પછી આ ટુર્નામેન્ટના ફાઇનલમાં રમશે. છેલ્લી વખત ભારતીય અંડર-૧૯ ટીમે પાકિસ્તાનને ૨૦૧૪ ના એશિયા કપ ફાઇનલમાં હરાવ્યું હતું. ભારત-પાકિસ્તાન અંડર-૧૯ એશિયા કપ ફાઇનલ ૨૧ ડિસેમ્બરે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે.
