અભિષેક શર્મા T20 ક્રિકેટમાં 5,000 રન પૂરા કરનારા ખેલાડીઓની હરોળમાં જોડાઈ ગયો છે. તેણે 169 મેચની 165 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
અભિષેકે નાગપુરમાં ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટી20 શ્રેણીની પહેલી મેચમાં 35 બોલમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 84 રનની ઈનિંગ રમી હતી.
આ મેચ દરમિયાન અભિષેકે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25 કે તેથી ઓછા બોલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. અભિષેકે અત્યાર સુધીમાં આઠ વખત આ સિદ્ધિ મેળવી છે, જ્યારે સૂર્યકુમાર યાદવ, ફિલ સોલ્ટ અને એવિન લુઈસે સાત-સાત વખત આવું કર્યું છે.
અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામે T20 ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. અભિષેક પહેલા વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે T20 ઇનિંગમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી રિચાર્ડ લેવી ટોચ પર છે, જેણે 2012માં હેમિલ્ટનમાં આ ટીમ સામે 13 છગ્ગા ફટકાર્યા હતા.
આ મેચ દરમિયાન, અભિષેકે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25 કે તેથી ઓછા બોલમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. અભિષેકે અત્યાર સુધીમાં 8 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે સૂર્યકુમાર યાદવ, ફિલ સોલ્ટ અને એવિન લુઈસે 7-7 વખત આ સિદ્ધિ મેળવી છે.
