મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યા કમરની ઈજાને કારણે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની પાછલી મેચમાં રમી શક્યા ન હતો. હવે, એવું લાગે છે કે તે 10 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. RCB અને મુંબઈ વચ્ચેની મેચ રાયપુરમાં યોજાશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, હાર્દિક RCB સામેની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે રાયપુર ગયો ન હતો. અહેવાલમાં જણાવાયું છે કે ફ્રેન્ચાઇઝીએ તેની ગેરહાજરી અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી અને મેચ પહેલા હાર્દિક ટીમમાં જોડાશે કે નહીં તે સ્પષ્ટ કર્યું નથી.
હાર્દિકે ચાહકો અને ટીમને જે પ્રકારનું પ્રદર્શન જોઈએ છે તે આપ્યું નથી. હાર્દિકે આ સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે આઠ મેચમાં ફક્ત ૧૪૬ રન બનાવ્યા છે. તે ફક્ત ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
મુંબઈ આ સિઝનમાં તેની 10 મેચોમાંથી ફક્ત ત્રણ જ જીતી શક્યું છે. હાલમાં, મુંબઈ છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર નવમા ક્રમે છે. જો મુંબઈ અહીંથી તેની બધી મેચો જીતી જાય તો પણ તેના ફક્ત 14 પોઈન્ટ રહેશે. તેથી, પ્લેઓફમાં પહોંચવું હવે લગભગ અશક્ય છે.
