શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી છે. 3 જૂનથી 8 જૂન દરમિયાન જમૈકાના સબીના પાર્ક ખાતે રમાનારી આ સિરીઝ માટે કેપ્ટન તરીકે ફરી એકવાર Shai Hopeને જવાબદારી સોંપવામાં આવી છે.
ટીમની સૌથી મોટી ચર્ચા ડાબોડી બેટ્સમેન Shimron Hetmyerની વાપસી છે. હેટમાયર એક વર્ષથી વધુ સમય બાદ ODI ટીમમાં પરત ફર્યો છે. તેણે છેલ્લી વનડે જૂન 2025માં ઇંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારબાદ તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર રહ્યો હતો. હવે 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેને ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઝડપી બોલર Alzarri Joseph પણ ઈજામાંથી સાજા થયા બાદ ODI ટીમમાં પરત ફર્યો છે. પીઠની ઈજાને કારણે તે જુલાઈ 2025થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. તેની સાથે સ્પિનર Gudakesh Motieની પણ ટીમમાં વાપસી થઈ છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં અનુભવ અને યુવા ખેલાડીઓનું સંતુલન જોવા મળે છે. ટીમમાં શાઈ હોપ, કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, મેથ્યૂ ફોર્ડ, જયડન સીલ્સ અને શમાર જોસેફ જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રીલંકા પહેલેથી જ પોતાની ટીમ જાહેર કરી ચૂકી છે અને કૂસલ મેન્ડિસના નેતૃત્વમાં આ પ્રવાસે આવી રહી છે. બંને ટીમો માટે આ સિરીઝ 2027 ICC ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારી અને રેન્કિંગની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
The West Indies ODI Squad vs Sri Lanka is IN!💥
WI Outside at Sabina Park🇯🇲 in just 3️⃣days!⌚
For Tickets🎫and more info, check out 🔗https://t.co/6TUKc2hD7J #WIOutside #WIvSRI pic.twitter.com/Ww4rhGunRk
— Windies Cricket (@windiescricket) May 31, 2026
