પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી હતી જેમાં તેણે ઘણા દેશોના બાલ્ડ ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો…
કોરોના વાયરસને કારણે ક્રિકેટ સ્થિર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ક્રિકેટરો પણ તેમના પરિવાર સાથે ઘરે સમય વિતાવે છે. ક્રિકેટરો સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા છે. ત્યારે એવામાં તાજેતરમાં, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને એક અનોખી પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી હતી જેમાં તેણે ઘણા દેશોના બાલ્ડ ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો.
માઇકલ વોને તેની ટીમમાં શરૂઆતના જોડી તરીકે ગ્રેહામ ગૂચ અને હર્શેલ ગિબ્સની પસંદગી કરી. આ બંને ખેલાડીઓ તેમના સમયના ઘણા સારા ઓપનર બેટ્સમેન હતા. માઇકલ વોને તેની ટીમમાં 3 નંબર માટે હાશિમ અમલાની પસંદગી કરી. જ્યારે તેણે 4 નંબર માટે ડેરેન લેહમેનની પસંદગી કરી હતી. તે જ સમયે, તેણે તેની બાલ્ડ ઇલેવનમાં પાંચમા નંબર માટે જોનાથન ટ્રોટનો સમાવેશ કર્યો.
જ્યારે તેણે 6 નંબર માટે બ્રાયન ક્લોઝની પસંદગી કરી હતી. તેણે મેટ પ્રાયોરને વિકેટકીપર તરીકે તેની ટીમમાં ભાગ બનાવ્યો. માઇકલ વોને બોલરોમાં ડગી બોલિંગર, નથન લિયોન, રાણા નાવેદ, જેક કાલિસ અને ક્રિસ માર્ટિનનો સમાવેશ કર્યો.
બાલ્ડ ક્રિકેટરો ની ટીમ:
ગ્રેહામ ગૂચ, હર્શેલ ગિબ્સ, હાશિમ અમલા, ડેરેન લેહમેન, જોનાથન ટ્રોટ, બ્રાયન ક્લોઝ (કેપ્ટન), મેટ પ્રાયોર (વિકેટકીપર), ડગી બોલિંગર, રાણા નાવેદ ઉલ હસન, નાથન લિયોન, જેક લીચ અથવા ક્રિસ માર્ટિન.