ઓસ્ટ્રેલિયા સામે આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સૌથી મોટી ચર્ચા અનુભવી ઓલરાઉન્ડર સૌમ્ય સરકારની પાંચ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસીની થઈ રહી છે. લાંબા સમયથી ટેસ્ટ ટીમની બહાર રહેલા સૌમ્યને ફરી તક મળતા બાંગ્લાદેશના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશની ટીમની કમાન નજમુલ હોસેન શાંતોને સોંપવામાં આવી છે, જ્યારે મેહદી હસન મિરાઝને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. ટીમમાં જાકેર અલી અનિકની પણ વાપસી થઈ છે. બીજી તરફ લિટન દાસ અને ઝડપી બોલર નાહિદ રાણા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં હોય, જેના કારણે ટીમ મેનેજમેન્ટને કેટલાક ફેરફારો કરવા પડ્યા છે. ઉપરાંત યુવા ફાસ્ટ બોલર મુશફિક હસનને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ 13 ઓગસ્ટથી ડાર્વિનમાં રમાશે. આ બે ટેસ્ટની શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ચક્રનો મહત્વપૂર્ણ ભાગ છે. હાલમાં ઓસ્ટ્રેલિયા WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ ચોથા ક્રમે છે. તેથી બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે.
બાંગ્લાદેશની જાહેર કરાયેલી ટીમમાં નજમુલ હોસેન શાંતો (કપ્તાન), સૌમ્ય સરકાર, શાદમાન ઇસ્લામ, તાનઝિદ હસન, મોમીનુલ હક, મુશફિકુર રહીમ, અમિત હસન, જાકેર અલી અનિક, મેહદી હસન મિરાઝ, તૈજુલ ઇસ્લામ, તાસ્કિન અહમદ, હસન મહમૂદ, સૈયદ ખાલેદ અહમદ, એબાદોત હોસેન અને મુશફિક હસનનો સમાવેશ થાય છે. હવે સૌની નજર રહેશે કે પાંચ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરેલા સૌમ્ય સરકાર આ તકનો કેટલો લાભ ઉઠાવી શકે છે અને બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે કેટલી ટક્કર આપી શકે છે.
Veteran Soumya Sarkar has been recalled after spending five-and-a-half years in the Test wilderness as Bangladesh name their squad for the Top End tour. #AUSvBAN
Story: https://t.co/20u7zMhi2C pic.twitter.com/InqW56KdHS
— cricket.com.au (@cricketcomau) July 27, 2026
