પરંતુ બીસીસીઆઈએ કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટ રદ કરી દીધી હતી…
શ્રીલંકાના બેટ્સમેન કુસલ મેન્ડિસને રવિવારે પોતાની કાર દ્વારા એક વ્યક્તિને કચડી નાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસે આ માહિતી આપી હતી. કોલંબોના પરા પનાદુરામાં રસ્તા પર ચાલતા જતા એક 74 વર્ષીય વ્યક્તિનું મેન્ડિસની કારમાં અકસ્માતમાં મોત થયું હતું.
રવિવારે સવારે 6:30 વાગે પુંડાસા ખાતે આ અકસ્માત થયો હતો, જ્યાં એક સાયકલ પર સવાર 74 વર્ષીય વ્યક્તિ મેન્ડિસની કાર સાથે ટકરાઈ ગયા હતા. આ પછી ટૂંક સમયમાં, વૃદ્ધનું મૃત્યુ થયું. શ્રીલંકાના ઉત્તરી પોલીસના પ્રવક્તા જલિયા સેનરાત્નેએ મેન્ડિસની ધરપકડના સમાચારની પુષ્ટિ કરી છે.
પોલીસે જણાવ્યું કે કુસલ મેન્ડિસને આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કુસલ મેન્ડિસ, લગભગ 25 વર્ષના વિકેટકીપર બેટ્સમેન, શ્રીલંકાનું પ્રતિનિધિત્વ 44 ટેસ્ટ, 76 વનડેમાં કર્યુ છે. તે રાષ્ટ્રીય ટીમનો ભાગ હતો જેણે કોવિડ -19 લોકડાઉન પછી તાલીમ શરૂ કરી હતી. ભારત સામેની શ્રેણી માટે પણ તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ બીસીસીઆઈએ કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટ રદ કરી દીધી હતી.